Explore the world of Akram Vignan

Excellent Gnan Experience

A very nice Gnan experience of a African American  mahatma Iya Ibeji, which is very touching and shows How Dada Gnan is working as Magic. 

A must Read...... (Followed by Gujarati Translation).


My brother and I were 4 and 5 years old when my parents placed us in the care of relatives who lived on a sharecropping farm in mid-Texas. We survived 4 years of physical and sexual abuse before we were rescued by our mother at gunpoint from the owners of the sharecropping farm.  The next 10 years of our lives were spent in a northern city where we were indoctrinated into another version of American life through the religious, political and educational systems that propagated the belief that if you are white, youre alright, if youre yellow, you are mellow, if you are brown, stick around, and if you are black get back.  Because the surging black power movement promised freedom and liberation, I involved myself in this movement completely. I refused to invest in a religion that was taught to my people during slavery time and offered no freedom, or a political system that seemed to promote the killing and/or jailing of Blacks when they protested.  I thought revolution would save my people.

 

By the time I was 30 years old and had started raising my family, the Black Power Movement was over and I was disheartened because I still had no acceptable identity of self, had not been able to remove the mental shackles of my early indoctrination and had serious questions about why the political systems of the world continued to foster inhuman treatment onto the masses based on the ism brothers - racism, nationalism, sexism and classism, or any other unhealthy ism. I tried various eastern religions, positive thinking and new age/new thought movement in order to be liberated from the negativities that were engulfing my life. I was willing to do anything that would give my children and me a sense of self, love and community that was not defined by those ism brothers or, by conditions outside of the self. Of course, there were times when life was easier, and the moments of happiness and successes we experienced from time to time, were much appreciated.

 

The five shots in the back of my 20-year old son by an officer of the law that killed my first born son sent me into an era of hopelessness, anger, hate and fear. They called it justifiable homicide - even though he was not a criminal or committing a criminal act when he was needlessly murdered.  This type of murder was fairly common in some Black communities across America. After living in and out of depression for the next few years, I began meditating again and found some relief from what I felt was a useless life.  I felt I would never know who or what is responsible for the inhumane and intolerable conditions of the world. Certainly not God who seemed only interested in answering the prayers of a select few.  I had discarded the useless identities fostered on me by society at an early age and felt that  I would never know who I really am. As a daughter, wife, mother and human being, I felt I had failed in all the areas of life that I had functioned in. There was no hope for me and I decided to just try to accept my life as it was with all its failures until death would come to claim me.  At last, I had achieved almost a perfect state of emptiness.

 

Three years ago, someone introduced me to yet another life philosophy - he said it was a scientific approach to life. He gave me a few things to read and at some point over the next few months, I became very interested.  He told me there was an upcoming event where anyone who wanted to could receive something that would bring them great awareness of life and lasting bliss.  Although I didnt really understand what this event was, I began to feel very strongly that I had to be there.

 

Despite the obstacles that were in my way, I went. My life has not been the same since I participated in the event, now known to me as Gnan Vidhi. Soon afterward, a sense of calmness and peace that I had never known before seemed to fill my days. I could not explain how, I just knew it was there and not only that, most of the negative thoughts were gone. How, I could not explain. About 3 months after receiving Gnan Vidhi, I was in a racially charged situation where in the past, I would have been numbed by fear or, motivated by hate to hurry up and get outa there. Instead, I left peacefully as though nothing had happened. The fear did NOT appear, nor did the hate! In fact, at the height of the situation, I became aware of who I am and who they are - I was aware that we are all Pure Souls. This, for me was a turning point! Where did the fear and hate go? I realized that I was at the threshold of understanding how the world operates and who I am.

 

It has been 3 years since I received Gnan Vidhi. Feelings of hopelessness, depression, victimization, anger, fear, resentment, hatred, and on and on, are no longer a part of my life. Having peace of mind, knowing who I am and that we are all connected and that there is no difference in us gives me hope and understanding and peace that I never thought possible. I am Pure Soul - You are Pure Soul - We are Pure Soul. I Am Pure Soul - I am Pure Soul - I am Pure Soul - I Am Pure Soul - I am Pure Soul - I am Pure Soul -



ઇયા ઇબેજીનો જ્ઞાન અનુભવ (USA)

 

જયારે હું અને મારો ભાઈ ચાર અને પાંચ વર્ષના હતા ત્યારે અમારા માતાપિતાએ અમને સગાં જોડે રહેવા મોકલ્યા. એ લોકો મીડ-ટેક્સાસમાં શેરક્રોપીંગ ખેતરમાં રહેતા હતા. અમે ચાર વર્ષ શારીરિક અને જાતીયશોષણના શિકાર બન્યા હતા જયારે અમારી માતાએ બંદુકની અણી પરઅમને ખેતરના માલિકથી બચાવ્યા. અમારા જીવનના પછીના દસ વર્ષ એક ઉત્તર દિશાના શહેરમાં પસાર થયા જ્યાં અમે ધાર્મિક, રાજકિય અને શૈક્ષણિક સિસ્ટમ વડે ઠસાવી દીધેલાબીજા પ્રકારના અમેરિકન જીવતરથી વાકેફ બન્યા જેમાં એવી માન્યતાનો પ્રચાર હતો કે જો તમે ‘ગોરા’ છો તો ‘alright’ છો (if you are white you are alright), જો તમે ‘પીળા’ છો (ચામડી) તો તમે ગમ્યા (if you are yellow you are mellow), જો તમે બદામી છો તો તમે રહો (if you are brown, stick around) અને જો તમે ‘કાળા’ છો તો તમે પાછા જાવ (if you are black, get back). ઉગતી black powerની ચળવળે સ્વતંત્રતા અને મુક્તિનું વચન આપ્યું હતું તેથી હું તેમાં સંપૂર્ણપણે સામેલ થઇ. મને એવો ધર્મ(એ લોકોનો) સ્વીકાર્ય ન હતો જે મારી જાતિના લોકોને ગુલામીના દિવસો દરમ્યાન શીખવાડવામાં આવતું, જેમાં સ્વતંત્રતા આપવામાં આવવાની ન હતી અથવા એવી રાજકિય સિસ્ટમ કે જેમાં જો કોઈ વિરોધ કરે તો તેવા ‘કાળા’ લોકોને મારી નાખવા અથવા જેલમાં નાખી દેવા પ્રોત્સાહિત કરતી હતી. મેં એવું વિચાર્યું હતું કે ક્રાંતિ મારા લોકોને બચાવશે.

 

જયારે હું ત્રીસ વર્ષની થઇ અને મારું પોતાનું ફેમીલી ઉછેરવા લાગી ત્યારે black powerની ચળવળ બંધ થઇ ગઈ હતી. હું નિરાશ થઇ ગઈ કારણ કે મારી પોતાની ઓળખ, જે મને સ્વીકાર્ય હોય, તે મને હજુ મળી ન હતી. નાનપણમાં ઠસાવી દીધેલી માનસિક જંજીરને હું તોડી શકી ન હતી અને મારા ગંભીર પ્રશ્નો હતા કે શા માટે આ દુનિયાની રાજકિય સિસ્ટમ લોકો સાથે આવા અમાનુષી વર્તન પોષતી હતી જેનો પાયો ‘ભેદભાવ ના ભાઈઓ’ (ism brothers) હતો  જાતિવાદ (racism), રાષ્ટ્રવાદ (nationalism)જાતિયવાદ(sexism), ઊંચ નીચનો ભેદભાવ (classism) કે બીજા કોઈ અનિચ્છનીયભેદભાવ(ism’) હતો. મારા જીવનમાં છવાયેલી નેગેટીવીટીથી મુક્ત થવા મેં જુદા જુદા પૂર્વ દેશોના ધર્મો જેમ કે પોઝીટીવ થીન્કીંગ અને ન્યુ એજ/ન્યુ થોટ (new age/new thought) મુવમેન્ટ વિ. ના પ્રયાસો કર્યા. હું ગમે તે કરવા તૈયાર હતી જેથી મને અને મારા બાળકોને પોતાની જાતની સાચી ઓળખાણ, પ્રેમ અને જાતિ કે જે કોઈ ભેદભાવ પર કે કોઈ પોતાની અસલિયતને બદલવા પર આધારિત ના હોય. અલબત્ત, એવા પણ સમય હતા જયારે જીવન સરળ હતું અને ખુશી અને સફળતાની ક્ષણો જે અમુકવાર અનુભવેલી તેની અમને ઘણી કદર હતી.

 

જયારે મારા ૨૦ વર્ષના સૌથી મોટો દીકરાને કાનુની ઓફીસર દ્વારા પીઠ પર પાંચ ગોળીબારકરી મારી નાખવામાં આવ્યો ત્યારે હું એક અરસા માટે નિરાશાયુક્ત, ક્રોધ, તિરસ્કાર અને ભયમાં ધકેલા ગઈ. એ ગુનેગાર ન હતો કે કોઈ એવું કાર્ય કર્યું ન હતું કે જે ગુનો ગણાય જયારે એને વગર કારણે મારી નાખવામાં આવ્યો  છતાં એ લોકોએ કહ્યું કે એ ન્યાયસંગત હત્યા હતી (justifiable homicide). આવા પ્રકારનું ખુન આખા અમેરિકામાં અમુક કાળી જાતિના લોકોમાં સામાન્ય હતું. ત્યારબાદના થોડા વર્ષો ડીપ્રેશનમાં જતી રહું અને પાછી નીકળું એવું થયા કર્યું. મેં ફરીથી મેડીટેશન ચાલું કર્યું અને મને લાગતા આ નકામા જીવનમાં રાહત મળી. મને એવું થયું કે મને ક્યારેય ખબર નહિ પડે કે આ દુનિયામાં આવા અમાનુષી અને અસહ્ય દશાનો જવાબદાર કોણ કે શું છે. ચોક્કસ ભગવાન તો નહિ જ, કે જેને અમુક જણની જ પ્રાર્થના સાંભળવામાં રસ છે. સમાજ દ્વારા બેસાડી દીધેલી નકામી વ્યક્તિતા (identity) મેં નાની ઉમરમાં જ ફગાવી દીધેલી અને મને એવું લાગતું કે મને ક્યારેય ખબર નહિ પડે કે હું ખરેખર કોણ છું. મને એવું લાગતું કે મારા જીવનના દરેક ક્ષેત્રમાં એક પુત્રી, પત્ની, માતા અને માનવ તરીકે હું નિષ્ફળ થઇ છું. મારા માટે કોઈ આશા રહી ન હતી એટલે મેં નક્કી કરી દીધું કે જ્યાં સુધી મોત આવીને એની માંગણી ના કરે ત્યાં સુધી જેવી છે તેવી આ નિષ્ફળતાવાળી જિંદગીનો સ્વીકાર કરી લેવાનો પ્રયત્ન કરું. છેવટે મેં લગભગ સંપૂર્ણ ખાલીપણાની સ્થિતિ તો પ્રાપ્ત કરી છે!

 

ત્રણ વર્ષ પહેલાં કોઈકે મને એક બીજી જીવન ફિલોસોફીની ઓળખાણ કરાવી  એણે કહ્યું કે એ જીવન પ્રત્યેનો એક વૈજ્ઞાનિક અભિગમ છે. એણે મને થોડું વાંચવા આપ્યું અને થોડા મહિનાઓના ગાળામાં મને ઘણો જ રસ પડ્યો. એણે મને કહ્યું કે એક પ્રસંગ આવી રહ્યો છે જેમાં જેને જોઈતું હોય તે વ્યક્તિ જીવનની મહાન જાગૃતિ અને કાયમનો આનંદ પ્રાપ્ત કરી શકે. જોકે મને ખરેખર સમજણ ન હતી કે આ પ્રસંગ શું છે, પણ મને દ્રઢપણે એવું લાગ્યું કે મારે ત્યાં હાજર રહેવું જ જોઈએ.

 

મારા માર્ગમાં અંતરાયો આવ્યા છતાં હું પહોંચી ગઈ. જ્યારથી મેં એ પ્રસંગમાં ભાગ લીધો, જે હવે હું ‘જ્ઞાન વિધિ’ તરીકે ઓળખું છું, ત્યારથી મારું જીવન પહેલા જેવું રહ્યું નથી. તરત જ શાંતિ અને સ્થિરતા, જે મેં ક્યારેય અનુભવી ન હતી, તેનાથી મારા જીવનના દિવસો ભરાવવા લાગ્યા. હું વર્ણન નથી કરી શકતી કે કેવી રીતે બન્યું, ફક્ત મને ખબર છે કે એ છે, એટલું જ નહિ પણ લગભગ બધા જ નેગેટીવ વિચારો ઉડી ગયા. કેવી રીતે બન્યું તે હું સમજાવી શકતી નથી. જ્ઞાન વિધિ મેળવ્યાના ત્રણ મહિના પછી હું એવી પરિસ્થિતિમાં મુકાઈ કે જ્યાં જાતિના ભેદભાવવાળુ વાતાવરણ હતું, જો ભૂતકાળમાં એવું બન્યું હોત તો હું ભયથી બહેર મારી ગઈ હોત અથવા તિરસ્કારના માર્યા ઉતાવળથી બહાર નીકળી ગઈ હોત. એના બદલે હું શાંતિથી બહાર નીકળી જાણે કશું જ બન્યું ના હોય. ના ભય જણાયો કે ના તિરસ્કાર ! હકીકતમાં એ પરિસ્થિતિની ટોચ પર મને એવી જાગૃતિ રહી કે હું કોણ છું અને એ કોણ છે  મને જાગૃતિ હતી કે અમે બધાં શુદ્ધાત્મા જ છીએ. મારા માટે આ ટર્નીંગ પોઈન્ટ (વળાંક) હતો! ભય અને તિરસ્કાર ક્યાં ગયા? મને ખ્યાલ આવ્યો અને હું એ સમજણના ઉંબરા પર આવી પહોંચી કે આજગત કઈ રીતે ચાલે છે અને હું કોણ છું.

 

જ્ઞાન વિધિ મેળવ્યા ના ત્રણ વર્ષ થયા છે. નિરાશા, ડીપ્રેશન, શિકારનો ભોગ બન્યાનો ભાવ, ક્રોધ, ભય, રોષ, તિરસ્કાર વિગેરે વિગેરે લાગણીઓ હવે મારા જીવનનો ભાગ રહી નથી. મનની શાંતિ હોવી, હું કોણ છું એ જાણવું, આપણે બધાં એક બીજાથી જોડાયેલા છે અને આપણામાં કોઈ જુદાઈ નથી એ બધું મને એટલી આશા, સમજણ અને શાંતિ આપે છે જે મને કદી જ શક્ય લાગતું ન હતું. હું શુદ્ધાત્મા છું - તમે શુદ્ધાત્મા છો - આપણે શુદ્ધાત્મા છીએ -હું શુદ્ધાત્મા છું - હું શુદ્ધાત્મા છું - હું શુદ્ધાત્મા છું - હું શુદ્ધાત્મા છું - હું શુદ્ધાત્મા છું - હું શુદ્ધાત્મા છું

  2 comments:

  1. ISM is in DBF also.... FULLLL GROUPISM is their and now it is increasing toooo... all are selfishhhh

    ReplyDelete
  2. Very touching story...Dada's gnan will guide her in right direction. Jsca

    ReplyDelete