Explore the world of Akram Vignan

Pujya Deepakbhai Satsang took place 15th and 16th May at Sardar Patel Stadium Ahmadabad . News coverage in Divyabhaskar Newspaper.
15th Satsang News Coverage


-મોક્ષનો માર્ગ: દાદા ભગવાન સત્સંગની પ્રશ્નોત્તરીમાં આધ્યાત્મિક મૂંઝવણો દૂર કરાઈ
-સહજ શૈલીમાં ગમ્મત સાથે ઉચ્ચ આત્મજ્ઞાન પીરસાયું

અમદાવાદ : દાદા ભગવાનના કૃપાપાત્ર આત્મજ્ઞાની પૂ્જ્ય દીપકભાઈના સત્સંગ કાર્યક્રમના બીજા દિવસે આ પ્રશ્નોત્તરી સત્સંગ કાર્યક્રમમાં વડીલો, યુવાન ભાઈ-બહેનો, બાળકોએ વ્યવહારિક તેમજ આધ્યાત્મિક મૂંઝવણોના પ્રશ્નો પોતાના જીવનની રોજ-બરોજની પડતી અડચણો ખુલ્લા દિલે રજૂ કર્યા હતા. આ પ્રશ્નોત્તરી સત્સંગમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ, કર્મ-કર્મફળ, ક્રોધ થઈ જાય છે અને ક્રોધને જીતવાના ઉપાયો શું જીવનમાં શાંતિ કઈ રીતે થાય, પિતા-પુત્ર, માતા-પુત્ર-પુત્રીના વચ્ચે નાની નાની બાબતે ઝઘડાના પ્રશ્નો, મતભેદ, રાગ-દ્વેષ, અહંકાર, માન-અપમાન, વ્યસન મુક્તિના ઉપાયો, તેમાંથી કઈ રીતે છૂટવું, ઓફિસમાં સહકર્મચારી સાથે અભાવ, તિરસ્કાર-અણબનાવના સોલ્યુશન, સાસુ-વહુના પ્રશ્નો, ગુસ્સો શાથી આવે છે ,તેના કારણો  તેની સમજણ મેળવી હતી.

 આધ્યાત્મિક પ્રશ્નોનો જવાબ આપતા દીપકભાઇએ કહ્યું કે,  દીક્ષા લેવાથી નહીં પણ  આત્મજ્ઞાન, આત્મદર્શન અને આત્મચારિત્ર્યથી મોક્ષ થાય... આચારથી મોક્ષ ના થાય. રાગ-દ્વેષથી કઈ રીતે સાચી સમજણથી છૂટાય , માનની ગાંઠ અપમાન મળે ત્યારે નિમિત્તને ઉપકારી માનશો તો અને નિમિત્તને ગુનેગાર નહીં માનો તો મોક્ષમાર્ગમાં આગળ વધાશે. ગીતાના ક્ષર-અક્ષર-પુરુષોત્તમ, અર્જુન ને કૃષ્ણ ભગવાનની વાત... પ્રત્યક્ષ જ્ઞાની સિવાય કોણ સમજી શકે અને સમાધાન આપી શકે, જ્ઞાનીપદે પહોંચ્યા હોય તે જ આપી શકે. હિંસા કોને કહેવાય , દ્રવ્ય-હિંસા-ભાવ હિંસા, દર્દીને વ્યસન મુક્તિ માટે સલાહ ડોક્ટરશ્રીઓએ કઈ રીતે આપવી, પ્રતિક્રમણ-સામાયિક જેવા તમામ ગૂઢ પ્રશ્નોના જવાબો સાદી-સરળ અને સહજ શૈલીમાં હસતાં ગમ્મત સાથે ઉચ્ચ આત્મજ્ઞાન પીરસ્યું હતું અને તમામ દુઃખોથી મુક્તિ અપાવતું આત્મજ્ઞાન મેળવી લેવાનું સૂચવ્યું હતું. ગુરુકિલ્લી એટલે ગુરુ-શિષ્ય, પતિ-પત્ની, મા-બાપ વગેરે સંબંધોમાં પોતે શિષ્ય ભાવે, લઘુ ભાવે રહે તો જ પોતે પડે નહીં અને મોક્ષમાર્ગે આગળ વધે.

પારકી ચીજોને કંટ્રોલ કરવા જઈએ તેના જ આ દુનિયામાં દુઃખો છે. આત્મા જાણો એટલે બધા જ દુઃખોનો અંત આવી જાય છે. જમતી વખતે ચિત્તની હાજરી ના રહે તો હાર્ટ એટેક આવી જાય, જેમ રાજા હાજર ના હોય તો રાજ્યમાં અંધાધૂંધી થાય તેવા સચોટ દાખલા સાથે સમજાવ્યા હતા. સાચા ભગવાન કોણ, અહંકાર શું, દેહનું કર્તવ્ય શું જેવા પ્રશ્નોનું સમાધાન આપી અનુભવગમ્ય આત્મજ્ઞાન પામવા પર ભાર મૂક્યો હતો.


16th Satsang News Coverage 
અમદાવાદ : નવરંગપુરા સ્ટેડિયમમાં આયોજિત સત્સંગમાં પૂજ્ય દીપકભાઇએ હજારોની મેદનીને જ્ઞાનની સમજણ આપતા જણાવ્યું હતું કે, જીવનમાં આવતા તમામ દુ:ખોનું કારણ અણસમજ જ છે. જો તે દૂર થઇ જઇશે તો તમામ મનુષ્યને સાચા સુખની પ્રાપ્તિ થશે. સુખની પ્રાપ્તિ માટે પરિવાર મિત્રોને છોડવાની, જાપ-ઉપવાસ કરવાની જરૂર નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી પોતાનામાં રહેલા ઇશ્વરની પ્રાપ્તિ થશે.

-જીવનમાં અણસમજ દૂર થશે ત્યારે જ શાંતિ મળશે : દીપકભાઇ
- સત્સંગ: ‘દાદા ભગવાન’ના કાર્યક્રમમાં સ્કૂલ બાળકોએ સ્વાગત કર્યું

દરેક માનવમાં આત્માનું તત્વ રહેલું છે. તે બીજા આવરણોથી ઘેરાઇ ગયું છે. તેનો યોગ્ય રીતે બચાવવાની જરૂર છે. દરેક જીવમાત્રમાં તે રહેલું છે. આત્મતત્વ જેના જીવનમાં પ્રગટ થાય છે તેનો લોકો ભગવાન કહે છે. આમ દરેક જીવમાત્રમાં ઇશ્વરનો અંશ રહેલો છે. તેવું દુનિયાના તમામ ગ્રંથો, ધર્મોપદેશોમાં પણ કહેવામાં  આવ્યું છે.

દાદા ભગવાનને પણ જ્યારે જીવનનો સાચો મર્મ સમજાવ્યો આત્મજ્ઞાન લાધ્યુ ત્યારે તેમણે પણ એમ જ કહ્યુ હતું કે, દરેક ભગવાન રામ હોય કે મહાવીર તમામ લોકોને આત્મજ્ઞાનનો સાક્ષાત્કાર થયો તેમને આત્મજ્ઞાન લાધ્યુ તેઓ દેહ ભાવથી આત્મભાવ તરફ વળ્યા ત્યારે તેઓ ઇશ્વર બની શક્યા છે. ત્યારથી લોકો તેમને પૂજતા થયા છે. દરેક લોકો ભગવાનની ભક્તિ કરે છે. પણ તેને ધર્મ કહેવાય છે. ધર્મ એટલે પુણ્ય કર્મ કરવુ પાપોનો ક્ષય કરવો.

- સ્કૂલના બાળકોએ પરફોર્મન્સ આપ્યું

પૂ.દીપકભાઇ જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમમાં દાખલ થયા ત્યારે વિવિધ શાળાઓના 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યુ હતું અને તેમનું પરફોર્મન્સ આપ્યું હતું.

- કર્મ એટલે શું તેનો ભાવ સમજાવાયો

પ્રશ્નનો જવાબ આપતા પૂ.દીપકભાઇએ જવાબ આપ્યો હતો કે, જે થઇ રહ્યું છે તે કર્મ નથી તે તો કર્મ ફળ છે. ક્રિયા કરવાની પાછળ મનુષ્યનો જે ભાવ છે તે ભાવ કર્મ છે. ગયા ભવમાં જે ભાવ કર્યા હતા તેનું ફળ આપણને મળે છે.


0 Comments:

Post a Comment